માનવતા

માનવતા

મુંબઈ શહેર, 

          એક પ્લેટફોર્મ પર ટ્રેન આવી ને ઊભી રઇ ગઇ.ટ્રેન માંથી ઉતારનાર ની સંખ્યા ખૂબ જ વધારે હતી તેમાંથી એક નવ યુવાન પણ ઉતાર્યો. લગબગ 25 વર્ષ ની ઉંમર હશે એની અને આંખો મા વિશાળ સપના ઓ લઇ ને તે આવી ગ્યો હતો.

          તેનું શરીર લાંબુ તથા હટૉ-કટૉ અને મજબૂત બાંધા વાળું હતુ. તે બીજા કરાતા અલગ દેખાઈ આવતો હતો. સ્વભાવ મા તે એક્દમ શાંત અને સમજુ હતો. સાહસ પણ તેનામાં ઘણું ભરેલું હતુ. છેક ગુજરાત થી આવયો હોવાં થી ભુખ પણ તેને ખૂબ લાગી હતી.તો એણે વિચાર્યુ કે પેલા તે કૈક જમી લે પછી આગળ નુ વિચારશે.

          તે પ્લેટફોર્મ ની બાજુ મા એક વડાપાઉં વાડો હતો. તેને વિચાર્યું કે હાલ આના થી ચલાઇ લવ પછી સાંજે પાક્કું જમી લેશે. તે ત્યાં વડાપાઉં વાડા ને ત્યાં ગયો અને એક વડાપાઉં નો ઓર્ડર આપ્યો. હજુ તો એ ત્યાં ઓર્ડર આપે જ છે ત્યાં જ કોઇક તેનુ નીચે થી પેન્ટ ખેંચતૂ હોય એવો આભાસ થયો.તેને નીચે જોયું તો એક 5 વર્ષ નો બાળક તેનુ પેન્ટ ખેંચતો હતો અને એક વડાપાઉં ની માંગણી કરતો હતો.

          તે બાળકે ઉપર કશું જ પહેર્યું ન હતુ અને નીચે પણ માત્ર ચડ્ડી જ પહેરી હતી અને તેનાં વાળ પણ વિખરાયેલા હતા , તેની આંખો મા ભુખ દેખાતી હતી અને પોતે સરખું બોલી પણ નહતો શકતો. આ જોઇ ને પેલા યુવાન નું હૃદય દયા થી ભરાઈ ગયુ તેને તરત જ પોતાનો વડાપાઉં પેલા બાળક ને આપી દીધો અને પોતાના માટે બીજો ઓર્ડર આપ્યો.

          તે બાળકે વડાપાઉં ખાઈ લીધા પછી બીજા બે વડાપાઉં ની માંગણી કરી ત્યારે તે યુવાન ને નવાઈ લાગી પરંતું તેણે ફરી બીજા બે વડાપાઉં નો ઓર્ડર આપ્યો. ત્યારે વડાપાઉં વાડો બોલ્યો કે "સાહેબ, આ લોકો નુ તો રોજ નુ હોય છે. કંઇ કરવું નઈ અને મફત નુ ખાવું હોય છે." ત્યારે યુવાને કીધુ કે "તમે આ 5 વર્ષ ના બાળક પાસે થી શુ કામ ની આશા રાખો છો, હા આપડે અમીર નથી પરંતુ એટલાં પણ ગરીબ નથી કે કોઈ ની ભુખ ના શાંત કરી શકીએ." આ સંભાળી ને વડાપાઉં વાડા એ કઈ જ બોલ્યા વગર 2 વડાપાઉં પેલા બાળક ને આપી દીધા.

          તે બાળક વડાપાઉં લઈ ને ક્યાંક જતો હતો. પેલા યુવાન ને આશ્ચર્ય થયુ કે આ ક્યાં જાય છે? પેલો યુવાન પણ બાળક ની પાછળ પાછળ જતો હતો. પેલો બાળક એક ઝૂંપડપટ્ટી મા ગયો, યુવાન પણ તેની પાછળ જ હતો. તે બાળક એક ધર મા ગયો. પેલો યુવાન ત્યાંજ અટકી ગયો. તેણે બારી મા થી અંદર ડોકિયું કર્યું.તો ત્યાં નુ દૃશ્ય જોઇ ને તે એક્દમ ચોંકી જ ગયો.

          ત્યાં ઘર ની અંદર તેની એક બહેન અને તેનો એક ભાઈ હતાં. તે બહેન લગબગ 10 વર્ષ ની અને તેનો ભાઈ લગબગ 3 વર્ષ નો હતો. તે બન્ને વડાપાઉં તેણે તેનાં ભાઈ-બહેન ને આપી દીધાં. વડાપાઉં જોઇ ને તેની બહેન ખૂબ જ ખુશ થઈ ગઇ હતી અને તેના મોઢા ઉપર તેની ખુશી ખૂબ જ સ્પષ્ટ દેખાઈ આવતી હતી.આ બધુ જોઇ ને તે યુવાન નુ મન એક્દમ શૂન્ય થઈ ગયુ હતુ.

          તેને વિચાર્યું, " જે વડાપાઉં માત્ર 10 કે 20 રૂપિયા નો હોય છે. મારા માટે આટલા પૈસા ની કોઈ કિંમત નથી પરંતુ આ બધાં માટે તે પણ બવ વધારે છે.હું વિચારતો હતો કે રાત્રે બહાર જમી લઈશ પરંતુ આ બધા ને તો એક ટાઈમ નુ જમવાનું મળશે કે નઈ એ પણ બવ મોટો પ્રશ્ર્ન છે..!! કોઈ દિવસ આમને કોઈ જમવા નુ ના આપે કે કોઈ દિવસ એમના મા-બાપ ને રોજી નાં મળી હોય તો ખાલી પાણી પી ને સુઈ જનારા છે ધે બધા! હે ભગવાન ! તે તારી દુનિયા મા આટલા ભેદભાવ કેમ બનાયા?"

          તે યુવાન ના મન મા સતત વિચારો નુ વાવાઝોડું ઉમડતુ હતુ. તે વિચારો મા એક્દમ ખોવાઇ ગ્યો હતો. તેને સ્થળ કાળ નુ કાંઇ ભાન જ ન હતુ.ત્યાં જ તે યુવાન રનાં ખભા ઉપર કોઈ એ હાથ મુક્યો અને તે યુવાન એક્દમ ચોંકી ગયો..!!!

                                                     -To be continued

   


Comments

Post a Comment