રહસ્યમઈ યુવાન

રહસ્યમઈ યુવાન




          ચોંકેલા યુવાને એક દમ પાછળ વળી ને જોયુ તો કોઈ માણસ હતો અને એણે કહ્યુ કે તમે મારા ઘર ની સામે ઉભા રહી ને શુ કરો છો.યુવાન ના મોઢા માંથી કઇ શબ્દો જ નહોતા નીકળતા. તેણે અહિયાં થી નીકળી જવાનું જ યોગ્ય સમજ્યું.

          તે યુવાને માથું હલાવી ને ના પાડી અને ત્યાં થી જતો રહ્યો. તે યુવાન અહિયાં એક ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. અને પોતે ક્યાં રહેશે એ પણ એને કઇ જ ખબર ન હતી. પેહલા તો તે એક હોટલ ઉપર ગયો અને ત્યાં એક રૂમ બુક કરી લીધો.

          રૂમ મા જઇ ને તે ત્યાં ફ્રેશ થયો અને પછી તે ચા-નાસ્તો કરવા માટે એક નાનકડી રેસ્રોરન્ટ મા ગયો. ત્યાં એણે ચા-નાસ્તા નો ઓર્ડર આપ્યો ત્યાંજ પાછળ થી એક અવાજ આવ્યો,"વેઈટર, જે પણ ઓર્ડર છે તે ડબલ કરી દેજો." તે યુવાને પાછળ જોયું તો ત્યાં એક ભાઈ હતા તે આવ્યાં. અને તેની પાસે બેસી ગયા અને કહ્યુ કે "હુ નવીન છુ." પેલા યુવાને કહ્યુ કે,મારુ નામ આદર્શ છે અને મને કાઈ સમજાતું નાથી કે તમે મને કેમ કરી ને ઓળખો છો?

          તયારે નવીન એ કહ્યુ કે તમે જયાં ઇન્ટરવ્યૂ આપવા જવાના છો મારે પણ ત્યાં જ જવાનું છે. અને તમે નઈ માનો પણ તમારી હોટલ નો બાજુ વાડો રૂમ મારો જ છે અને તમને જોતાં જ મને લાગ્યું કે તમે ગુજરાતી છો એમ. હું પણ ગુજરાતી જ છુ હુ વડોદરા નો છુ.

          પેલો યુવાન થોડો સ્વસ્થ થયો અને કહ્યુ કે "હા હું...."ત્યાં જ નવીન એ તેને અટકાવ્યો અને કહ્યુ કે "હા હુ જાણું છુ બધુ તારા વિશે,, તુ અમદાવાદ નો છે અને તારા પપ્પા એક કંપની મા મેનેજર છે એમજ ને..!!"

          આદર્શ ને નવાઈ લાગી તેને પુછ્યું કે તને કેમ ખબર ઐ બધી તો એણે કહ્યુ કે "મને બધી જ ખબર હોય છે " તો પણ આદર્શ ની નવાઈ ઓછી નહોતી થતી તો એ વારંવાર પૂછવા લાગ્યો તયારે નવીને કહ્યુ કે "હુ છેલ્લાં 5 વર્ષ થી મુંબઇ મા જ રહું છુ અને હા મને બધી જ ખબર હોય છે.."

          અને આ વાક્ય પુરુ થતા જ તેના મોઢા ઉપર એક રહસ્યમઈ સ્માઈલ આવી ગઇ..!!!

                                                    -To Be Continued


Comments

Post a Comment